તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી, કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી ના સાંનિધ્યમાં વિશ્રામઘાટ સામે આવેલ રાજાધિરાજ પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિરમાં દ્વિદિવસીય વિવાહ ખેલ, અને પ્રભુના સુખાથૅ 56 ભોગ નો બળો મનોરથ દર્શન યોજાયા. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રભુ શ્રી દ્વારકાધીશના અલૌકિક દર્શન કરીને મંદિરની પ્રદક્ષિણા કરતા વ્રજ ની પરિક્રમા કરતા હોય તેવો માહોલ સર્જાયો હતો. કીર્તનકારોએ પણ સંગીત તાલે કિર્તનો ની ભારે રમઝટ બોલાવી હતી સંગીતના તાલે શ્રદ્ધાળુઓ નાચી ઝૂમી ઉઠ્યા હતા.ખૂબ નવાઈ અને આનંદની વાત કે મંદિર પરિસર અને મંદિરની બહાર ઝાકમઝોળ
રોશની થી માર્ગો અને મંદિર ઝળહળી ઉઠી આગવું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દારૂખાનાની આતશબાજી કરીને દિપાવલી પર્વ જેવો માહોલ સર્જાયો હતો. ગમે તેમ પ્રભુ શ્રી દ્વારકાધીશ રાજાધિરાજ મંદિર કે દર્શન કે બીના વ્રજયાત્રા અધૂરી વિશ્રામઘાટ પાસે મૉ યમુનાજી નીર માં સંકલ્પ અને પ્રભુ શ્રી દ્વારકાધીશ રાજાધિરાજ દર્શન કરીને વ્રજ યાત્રાનો પ્રારંભ કરતા હોય છે. તેવું મથુરાવાસીઓ જણાવી રહ્યા છે પૂજ્ય શ્રી ડો વાગીશકુમારજી મહારાજ શ્રી અને પૂજ્ય વેદાંત કુમાર મહોદયશ્રી ના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી.અલૌકિક લ્હાવો વૈષ્ણવો લઈને ધન્યતા અનુભવી હતી બંને વૈષ્ણવાચાર્યશ્રીઓએ શ્રદ્ધાળુઓએ ને શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા.

