Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં આડેધડ પાર્ક કરાયેલાં 53 વાહનોને ઈ-મેમો મોકલાયા તથા માંડવી, પાણીગેટ માંથી દબાણોનો સફાયો જેમાં 2 ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો

શહેરના માંડવી, પાણીગેટ, લહેરીપુરા જેવા ભરચક વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાયાં હતાં. પોલીસ અને પાલિકાની દબાણ શાખાએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી 2 ટ્રક ભરીને સામાન કબ્જે કર્યો હતો.

પાલિકાની દબાણ શાખા તથા પોલીસે સંયુક્ત રીતે શુક્રવારે સાંજે પાણીગેટથી માંડવી, માંડવીથી લહેરીપુરા દરવાજા, મંગળબજાર અને લહેરીપુરા દરવાજાથી ગેંડીગેટ દરવાજા સુધીના રોડ પરનાં દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. ડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તા સહિત પોલીસ સ્ટાફ તથાપાલિકાની દબાણ શાખાના અધિકારી અને તેમની ટીમે ગેરકાયદે દબાણો દૂર કર્યાં હતાં. ગેરકાયદે લગાવેલા પથારા-લારીઓ, લટકણિયા, વાંસ-પાઈપો, હોર્ડિંગ્સ વગેરે દબાણ દૂર કર્યાં હતાં. ટીમ દ્વારા 2 ટ્રક જેટલો સામાન કબજે કરવામાં આવ્યો હતો. ઉપરાંત રોડ પર આડેધડ પાર્ક કરાયેલાં 53 વાહનો વિરુદ્ધ ઈ-ચલણ જનરેટ કરાયાં હતાં

Related posts

ગૌરીવ્રત ના છેલ્લા દિવસે ડભોઈ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી દ્વારા ગૌરીવ્રત કરતી નાની બાલિકા તથા મહિલાઓ ને ફૂડ પેકેટ અને વેફર્સ નું વિતરણ

admin

સુભાનપુરામાં ‘હલ્દી-કંકુ તિલગુડ મહોત્સવ’નું ભવ્ય આયોજન, હજારો મહિલાઓએ લીધો ભાગ

admin

ડભોઈ નગરની નવીન વોર્ડ રચનાને લઈ રાજકીય મુરતિયા ઓ અવઢવ માં આવી ગયા

admin

Leave a Comment