Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાઃ કેનેડામાં વિઝા અને જોબ અપાવવાના નામે ફતેગંજમાં ઓફિસ ધરાવતા આકાશે એક યુવક પાસેથી રૃપિયા ખંખેરી લેતાં પોલીસે ચાર વર્ષ બાદ તેને ઝડપી પાડયો

સલાટવાડામાં રહેતા દીપસિંહ ડોડિયા નામના યુવકે કોવિડ દરમિયાન નોકરી ગુમાવતાં તેને કેનેડા જવા માટે આકાશ ધિલ્લોને રૃ.૧૫ લાખનો ખર્ચ થશે તેમ કહી પ્રોસેસ ચાલુ કરી હતી. ફતેગંજમાં ઓફિસ ધરાવતા આકાશે ટુકડે ટુકડે રૃ.૧.૬૦ લાખ પડાવ્યા હતા અને ડોક્યુમેન્ટ પણ મંગાવ્યા હતા.તેણે વિઝાની તૈયારી માટે પણ માહિતી મોકલી હતી.પરંતુ ત્યારબાદ તેનો ફોન બંધ થઇ ગયો હતો. યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં ચાર વર્ષથી ફરાર આકાશને ક્રાઇમ બ્રાન્ચે પણ શોધવાનો પ્રયાસ કર્યો હતો.આજે સવારે તે બેંગ્લોરથી ફતેગંજના ગજાનંદ ચેમ્બર્સ ખાતેના મકાને આવતાં જ પોલીસે તેને ઝડપી પાડયો હતો.

Related posts

વડોદરા નજીક સાંકરદા પાસે આઇસર ટેમ્પોમાં એકાએક આગ ભભૂકી ઉઠતા જ ભારે દોડધામ મચી

admin

ટેરેસ પર ઊંઘવા ગયેલા પરિવારના ઘરમાંથી ૨.૭૦ લાખની ચોરી

admin

વડોદરાના તાંદલજા વિસ્તારમાં શકીલા પાર્કમાં રહેતી ઝરીના પટેલના નિવાસ્થાને એસઓજી ટીમ દ્વારા નશીલા પદાર્થોને લઈ રેડ કરવામાં આવી

admin

Leave a Comment