Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

રાજપુત કરણી સેના દ્વારા લીબંડી શહેરમાં ચાલતાં કતલખાનાઓ બંધ કરવા આવેદનપત્ર અપાયું

લીબંડી શહેરમાં ચાલતાં કતલખાનાઓ બંધ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાજપુત કરણી સેના દ્વારા લીબંડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

છેલ્લા ઘણા સમયથી વિધર્મીઓ દ્વારા લીંબડી શહેરનું વાતાવરણ ડોહળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અગાઉ પણ લીબંડી શહેરનાં શુક્લ પા શેરી વિસ્તારમાં આવેલ મંદિરનાં પટાંગણમાં મૃત માછલાઓ નાખી લીબંડી શહેરની શાંતિ ડહોળવાનું હિન કૃત્ય કરવામાં આવ્યું હતું.

હિન્દુઓની ધાર્મિક લાગણી ન દુભાય તે માટે તાત્કાલિક રીતે ગાયોની કતલ રોકીને કતલખાનાઓ બંધ કરાવવા તેમજ ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

સરકારી પ્રાથમિક શાળાની સામે કતલખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે.જેથી નાના બાળકોનાં માનસ પર ખરાબ અસર પડી રહે છે.

સત્વરે કતલખાનાઓ બંધ કરવા તેમજ આવાં ગુન્હાની ગંભીરતા સમજી કડક કાર્યવાહી કરી આકરા પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આ તકે કિશોરસિંહ રાણા, યોગેન્દ્રસિંહ રાઠોડ, યશપાલસિંહ રાણા, પદુભા ઝાલા, રઘુવીરસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં કરણીસેનાનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

સુરેન્દ્રનગરનાં ચુડા ખાતે ભાજપનાં નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયાં

admin

હવામાન વિભાગની આગાહીનાં પગલે ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો

admin

ચુડા તાલુકાનાં છલાળા ગામની રેશનકાર્ડની દુકાન બલાળા ગામે મર્જ કરી દેતા છલાળા ગ્રામના ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા.

admin

Leave a Comment