36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

સંત ઝવરાબાપા ૧૩૪મી તિથી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું.

ભોયકા ગામે સુખડીયા (કંદોઈ) સમાજનાં ગૌરવશાળી સંત ઝવરાબાપા આજથી ૧૩૪ વર્ષ પહેલાં સવંત ૧૯૪૭ માં જીવતાં સમાધિ અવસ્થામાં ભગવાનને મળ્યાંની લોકવાયકા છે.

લીબંડી તાલુકાનાં ભોઈકા ગામે સુખડીયા પરિવાર દ્વારા સંત ઝવરાનાથ બાપાની ૧૩૪મી તિથી નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું.

યજ્ઞનાં યજમાનપદે નિલેશભાઈ ગિરધરલાલ શેઠ ભોઈકાવાળાએ યજ્ઞમાં બેસીને આહુતિ આપી હતી.તેમજ યજ્ઞનાં આચાર્ય પદે લીબંડીનાં રમેશભાઈ શાસ્ત્રી દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું પુણ્યફળ સમગ્ર જગત હિતાર્થે બીડું હોમીને પ્રાર્થના સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ ઘોર કળીયુગમાં આવા મહાપુરુષો થયા છે.તેમની ચેતના અને કૃપાનો લાભ લેવા માટે દર વર્ષની પરંપરાગત રીતે આ વર્ષ પણ સંત ઝવરાબાપાની તિથી (મહા વદ ૧૧) નિમિતે સમસ્ત કંદોઈ સમાજ તથા સમસ્ત ભોયકા ગામ દ્વારા સત્સંગ,સંતવાણી,હવન ધ્વજારોહણ તેમજ બટુક ભોજન સહિતનાં કાર્યક્રમો યોજાયાં હતાં.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કંદોઈ સમાજના લોકો તેમજ ભોઇકા ગામના લોકો તેમજ આજુબાજુના ગામનાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇ-વે પર લીબંડી નજીક જનસાળી ગામનાં પાટીયા પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં બે નાં મોત નિપજ્યા.

admin

ચુડા ખાતે “કૃષિ વિકાસ દિન-૨૦૨૫ અને રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”ની ઉજવણી કરાઈ.

admin

ભારતીય કિસાન સંઘ ફરી સંઘ( CIFA) અને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી

admin

Leave a Comment