જેમાં ખેડૂતોને રવિ પાકો અને વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓ વિષે માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાદાયી જનસેવા યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તા.૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની વિવિધ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આજે ચુડા ખાતે કૃષિ નિષ્ણાંતો દ્વાર રાસાયણિક ખાતરના કાર્યક્ષમ ઉપયોગ,પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં વધારો,બાગાયત પાકોમાં નવીનતમ ટેકનોલોજી જેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રગતિશીલ ખેડૂત નારાયણભાઈ લકુમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વકતવ્ય રજું કર્યું હતું.
આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પશુપાલકોનું સન્માન તથા ખેડૂતોને સહાય લાભોનું વિતરણ કરાયું હતું.
આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કૃષિ પ્રદર્શનનાં વિવિધ સ્ટોલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચુડા મામલતદાર,ટીડીઓ અશ્વિનભાઈ ટમાલીયા,આશિષભાઈ હણ ચુડા વિસ્તરણ અધિકારી ખેતી,ચુડા તાલુકા પંચાયતનાં પ્રમુખ વિનોદભાઈ વાઘેલા, ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા, ભાજપ અગ્રણી તનકસિંહ રાણા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

