ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ, સામાજિક માળખાકીય સુવિધાઓ, વિકાસ, અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)એ છેલ્લા ૨૪ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ, સામાજિક માળખાકીય સુવિધાઓ, વિકાસ, અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે ‘અમૃત ૨.૦’ AMRUT-2.0 યોજના હેઠળ નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
વડાપ્રધાનના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તા.૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુજરાતની વિકાસ યાત્રાના 24 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા તા. 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનો છે.
સમગ્ર રાજ્યમાં 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી સાથે 13 વિષયોના આધાર પર દરેક દિવસની ‘Theme Based’ ઉજવણી કરવામાં આવશે. યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારી સુનિશ્ચિત કરવા અને લોકોને વિકાસાત્મક કાર્યોથી લાભાન્વિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આજે ડભોઇ નગરપાલિકા ખાતે આ વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મેહમાન તરીકે ડભોઇ નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ શાહના હસ્તે પી.એમ.સ્વનિધિના લાભાર્થીઓને લોનનો લાભ આપવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, એકાઉન્ટન્સી રાજેન્દ્રસિંહ વાઘેલા તેમજ નગરપાલિકાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર તથા નગરપાલિકા ના સભ્યશ્રીઓ તથા નગરપાલિકા ના કર્મચારીઓએ ખાસ હાજર રહી. કરે અને સફળ બનાવ્યો હતો

