33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વાઘોડિયા રોડ અંબિકા એપાર્ટમેન્ટમાં ભાગ તૂટ્યો : રહેવાસીઓમાં વ્યથા, સરકારે સહાયની માંગ

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી અંબિકા એપાર્ટમેન્ટમાં ભાગ તૂટવાની ઘટનાએ રહેવાસીઓમાં ભારે ચિંતા ફેલાવી છે.

ઘટનાના પગલે સ્થાનિકોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે ઘર વગરના થઈ ગયા છીએ. મકાનો પર લોન ચાલી રહી છે અને હવે રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી.”

રહેવાસીઓએ વધુમાં કહ્યું કે મોટા ભાગે પરિવારમાં મહિલાઓ કમાણી કરે છે, ત્યારે અચાનક આવી પરિસ્થિતિ સર્જાતા જીવન યાપન મુશ્કેલ બન્યું છે.

તેમણે સરકાર પાસે તાત્કાલિક રહેવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. સાથે જ તેમના ઘરમાં જ રહેલો કિંમતી સામાન પણ હજુ અંદર જ હોવાનું જણાવી તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવાની વિનંતી કરી છે.

આ બનાવ બાદ તંત્ર દ્વારા બિલ્ડિંગની સ્થિતિ અંગે તપાસ હાથ ધરાઈ છે અને અસરગ્રસ્તોને મદદ માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી આશા રહેવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Related posts

નવાપુરા વિસ્તારમાં જૂનું મકાન ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા વિસ્તાર માં અફડા તફડી મચી જવા પામી

admin

મોહરમમાં ૧૦ દિવસ તાજીયા વડોદરાના સરસીયા તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા.

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ યાત્રા યોજી દેખાવો કરવામાં આવ્યા

admin

Leave a Comment