કરબલામાં ઇમામ હુસૈન તેમજ તેમના અનુયાીઓના શાહદતના પગલે વર્ષોથી મુસ્લિમ સમુદાય દ્વારા તાજીયા બનાવવામાં આવે છે જ્યારે દસમા દિવસે તે તાજીયા ઠંડા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. વડોદરા સંસ્કારી નગરી છે કલાનગરી છે જેથી વર્ષોથી પરંપરા મુજબ વડોદરા ના અનેકો વિસ્તારમાં રહેતા મુસ્લિમ સમુદાય દ્વારા આવું નવા તાજીયા બનાવવામાં આવે છે અને તેમને ઠંડા કરવા માટે ઐતિહાસિક સરસીયા તળાવ ખાતે લઈ આવવામાં આવે છે આજરોજ 10 માં ચાંદ નિમિત્તે મુસ્લિમ સમુદાય દ્વારા તાજીયા ઠંડા કરવા માટે સરસયા તળાવ ખાતે આવ્યા હતા. તાજીયા ઠંડા કરવાની પ્રક્રિયાને લઈને પોલીસ તંત્ર પણ સભ્ય બન્યું હતું. બોડી વોન કેમેરા, ધાબા પોઇન્ટ,ડીપ ધાબા પોઇન્ટ તેમજ પોલીસની તમામ વિભાગના કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
તાજીયા જોવા માટે આવનાર લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની સંપૂર્ણ તકેદારી તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી હતી જ્યારે તાજીયા વ્યવસ્થિત રીતે તળાવ ખાતે જઈ શકે તે માટે પાલિકા તંત્ર દ્વારા પણ સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર તેમજ પાલિકા તંત્રની કામગીરીને વડોદરા તાજીયા કમિટી દ્વારા બિરદાવવામાં આવી હતી.

