વડોદરા શહેરના નવાપુરામાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો દૂષિત પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગટરનું પાણી હોય તેવું દૂષિત પીવાનું પાણી મળતું હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકા ના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થળની મુલાકાત લીધી….
શહેરના નવાપૂરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના શુદ્ધ પાણીને બદલે દુર્ગંધ મારતું દૂષિત કાળુ પાણી આવી રહ્યું છે. તેમજ ડ્રેનેજની લાઈન વર્ષો જૂની હોવાથી જર્જરિત થતા ઠેર ઠેર લીકેજ થયા છે. જેથી નવી ડ્રેનેજ લાઈન નાખવા કોર્પોરેશને અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા છે, પણ કોઇ કોન્ટ્રાક્ટર કામ કરવા તૈયાર નથી. ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન મિક્સ થતા દૂષિત પાણી આવે છે આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે ભર ચોમાસે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. દૂષિત પાણીના કારણે લોકોને પેટમાં દુખાવો, ઝાડા-ઉલટીના બનાવો બની રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી ગંદુ અને કાળુ પાણી આવી રહ્યું છે. જાણે કે ડ્રેનેજનું પાણી આવતું હોય તેટલું દુર્ગંધ અને દૂષિત પાણી આવે છે. જેના કારણે પૈસા ખર્ચીને પાણી મંગાવવું પડે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ફરિયાદો કરી છતાં કોઇ નિવેડો આવ્યો નથી. લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યાં છે. વર્ષોથી આ સ્થિતિ સર્જાય છે.
દૂષિત પાણીને લઇ વોર્ડ નં.13ના કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વેએ નિવેદન આપ્યું હતું કે, કોર્પોરેશન ડ્રેનેજ સફાઈ માટે કર્મચારીઓની સંખ્યા નથી વધારતું. 80 હજાર વસ્તીમાં માત્ર 10 જ કર્મચારીઓ હાજર છે. તેમજ પમ્પિંગ સ્ટેશન 40 વર્ષ જૂનું છે, જેની કેપેસીટી પણ વધારાતી નથી. ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશન નવું બનાવવા 5 વખત ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરતા નથી જેને લઇ વડોદરા મહા નગર પાલિકા ના મેયર ચિરાગ બારોટ સાથે વોર્ડ નંબર 13ની નગર સેવિકા એ સ્થળ મુલાકાત લીધી હતી અને આ સમસ્યા અંગે મ્યું. કમીશ્નર અને મેયર સાથે ચર્ચા કરી ને આ સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે તેવી સલાહ સૂચન કરવામાં આવશે.

