33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોરવાના ભંડારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે હજ-ઉમરાહના બહાને લોકો સાથે રૂા.15 લાખની છેતરપિંડી કરી

વડોદરાના કરોડિયા રોડ પર લક્ષ્મીનારાયણ નગરમાં રહેતા સમીર રાજેન્દ્રસિંહ રાણાનો ગોરવાના સોએબ ઈકબાલ રાણા સાથે સંપર્ક થયો હતો. સોએબ ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ધંધો કરતો હતો. સમીરે મક્કા મદીના જવા ઈચ્છા દર્શાવતા બુકિંગ કરાવતાં સમીરના કાકા અને બે દાદીના વિઝા-ટિકિટની નકલ તેણે મોકલી હતી અને રૂપિયા ભરવા કહ્યું હતું. સમીરે રૂપિયા સોએબને આપી દીધા હતા.બાદમાં ટુર કેન્સલ થયાનું સોએબે કહ્યું હતું. ત્યારબાદ બે વાર સોએબે ટુરની તારીખ કહી હતી અને લઇ ગયો ન હતો. સમીરે રૂપિયા પરત માગતા સોએબે ફોન બંધ કરી દીધો હતો.
આ મામલે યાકૂતપૂરામા રહેતા ઇમ્તિયાઝ મલેકે પણ પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં અમારા પરિવારના 16 સભ્યોને ઉમરાહ લઈ જવાના બહાને શોએબે 15 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું છે.

Related posts

એમ.એસ. યુનિવર્સડિટીમાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી

admin

નવાવાર્ડ વિસ્તારમાં આવેલી રસુલજીની ચાલીમાં એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી છે. આ રેડમાં એસઓજીના જવાનોને મોટી સંખ્યામાં ગૌ માંસનો મોટો જથ્થો મળી આવ્યો…

admin

વડોદરા ઝોન–૩ માં આવતા પોલીસ સ્ટેશનમાં રાત્રે વાહન ચેકીંગ દરમિયાન પ૪ જેટલી બાઈકો તથા ૪ જેટલી કાર કબ્જે કરવામાં આવી

admin

Leave a Comment