રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા રાજ્ય સરકાર આ પ્રકારના ગુનાઓમાં પિડીતા સાથે વિશેષ સંવેદના અને કાળજી રાખી રહી છે. આ ઉપરાંત આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ બનાવવા ગુજરાત પોલીસને આદેશ કર્યા છે. ત્યારે એક જ દિવસમાં પોક્સોના કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં નામદાર કોર્ટે 7 મહત્ત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. જેમાં સાતેય દુષ્કર્મીઓને આજીવન કેદની સજા ફટકારી છે

