27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ગુજરાત

દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં માં અંબાની પૂજા અર્ચના ગોલુના નામથી કરવામાં આવે છે

દેશભરમાં આસો માસની નવરાત્રી દરમિયાન માં દુર્ગાની આરાધના કરવામાં આવે છે. દેશના દરેક વિસ્તારમાં તેને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતના પાંચ રાજ્યો તામિલનાડુ, કેરલા, કર્ણાટક, તેલંગાના તથા આંધ્રપ્રદેશ વિસ્તારમાં માં અંબાની પૂજા અર્ચના ગોલુના નામથી ઓળખવામાં આવે છે. ઉત્સવની શરૂઆત ભાદ્રપદના અમાસના દિવસે થી શરૂ કરી દશેરા સુધી કરવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન દરેક દક્ષિણ ભારતીય સમાજના લોકો પોતાના ઘરમાં સનાતન ધર્મના દરેક દેવોની મૂર્તિઓ સાથે દસે દસ દિવસ સવાર સાંજ પૂજા અર્ચના કરી ઉજવે છે. આ ઉત્સવમાં સ્ત્રીઓ તથા કુવારીકાઓને ઘરે આમંત્રણ આપી તેમની પૂજા કરી તેઓને સૌભાગ્યની વસ્તુઓ તથા ભેટ વસ્તુ આપવામાં આવે છે. આમ દસ દિવસ સુધી માં અંબાની આરાધના કરી પૂજા અર્ચના કરી ભક્તિ ભાવથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં 56 હજારથી વધુ લોકોનું રક્તદાન કરાવી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું

admin

સુરસાગર તળાવ ખાતે શંકાસ્પદ અંગ મળતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેને બહાર કડાયો..શંકાસ્પદ અંગ મળતા ચર્ચા નો વિષય બન્યોસુરસાગર

admin

આ વર્ષે મહાશિવરાત્રી મેળામાં, શ્રદ્ધાળુઓની સુવિધા માટે AI આધારિત પાર્કિંગ વ્યવસ્થા

admin

Leave a Comment