4 માર્ચ વર્લ્ડ ઓબેસિટી દિવસ નિમિત્તે વડોદરા શહેરના ન્યુ સમા વિસ્તારમાં આવેલ દેવર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી મેદસ્વિતા નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફીટ ઇન્ડિયા અંતર્ગત મેદસ્વિતા બાબતે લોકોમાં જાગૃતિ આવે તે નિમિત્તે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના સમયમાં મેધસ્વિતાના કારણે માનવ શરીરમાં અનેક તકલીફો જોવા મળે છે. જેમકે સ્કૂટરનો દુખાવો, ઊંઘમાં નસકોરા બોલવા, ડાયાબિટીસ, શ્વાસ ચડવો, હાઈ બ્લડ પ્રેશર વગેરે.
દેવર્શ હોસ્પિટલમાં ડૉ. ચિરાગ પરીખ (સિનિયર બેરિયાટ્રીક સર્જન) દ્વારા વજન ઘટાડવાની સર્જરી દૂરબીનથી કરવામાં આવે છે. જેઓ ઉચ્ચસ્તરીય લેપ્રોસ્કોપિક સર્જરીનો બહોળો અનુભવ ધરાવે છે.
છેલ્લા બાર વર્ષમાં 500 થી પણ વધારે દર્દીઓને સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવેલ છે. અમુક વર્ષોથી કરી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બેરિયાટ્રિક સર્જરી માન્ય કરેલ છે જેનો લાભ હોસ્પિટલમાં આવતા ઘણા દર્દીઓ લઈ ચૂક્યા છે.
ડોક્ટર ચિરાગ પરીખ નેશનલ ફેકલ્ટી હોવાથી દેશ વિદેશથી ઘણા દર્દીઓ આ ઓપરેશન કરાવવા આવે છે. ડોક્ટર ચિરાગ પરીખ બેરિયાટ્રિક સર્જરી, લેપ્રોસ્કોપિક, હર્નિયા (સારણગાંઠ), કોલોરેક્ટર, ઓન્કોસર્જરી (આંતરડાનું કેન્સર), મેનેજમેન્ટ ઓફ હાઈ રિસ્ક ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર અને રિસર્ચ ઈન ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સર્જરીમાં કુશળતા ધરાવે છે.
તેમજ દેવર્સ હોસ્પિટલમાં ડોક્ટર નેહલ પરીખ (ગાયકનોલોજિસ્ટ) દ્વારા ગાયનેક સર્જરી (દૂરબીનથી) તથા ડીલેવરી અને ગાયનેક ને લગતા તમામ લોકોની સારવાર કરવામાં આવે છે.
દેવર હોસ્પિટલમાં સારવાર માટે આવેલ તમામ વર્ગના દર્દીને ગુણવત્તા સફળ સારવાર મળે એ જ ધ્યેય છે..

