પાર્થ સુથારની હત્યામાં પોલીસે મુખ્ય આરોપી સહીત ત્રણને ઝડપી પાડ્યા છે, જયારે બે હજુ વોન્ટેડ છે. આરોપી વિશ્વજીતએ મૃતકના પિતરાઈ ભાઈને જણાવ્યું હતું કે, મારી કાર પાર્થ સુથાર પાસેથી પાછી અપાવો નહિ તો જોવા જેવી થશે. આરોપીએ પોતાની કાર પાર્થને દિવસના 3 હજાર લેખે ભાડે આપી હતી. ત્યારબાદ પાર્થે કાર પાછી ન આપી બારોબાર વેચી મારતા પાર્થને શ્વજીતની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં બોલાવી પાંચ શખ્સોએ બેલ્ટ અને લાકડીથી માર મારતા ઇજા વધુ થવાથી મોત નીપજ્યું હતું

