છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે પાંચ વર્ષની બાળકીની બલિ ચઢાવી દેવાનો મામલો આવ્યો છે. ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભુવાએ ક્રૂરતા પૂર્વક હત્યા કરી બલિ ચઢાવી દીધી. આ ઘટનાએ પ્રદેશમાં ચકચાર મચાવી દીધી છે. તાંત્રિક લાલુ હિંમત એ સવારે ૮ વાગ્યાના અરસામાં સામે રહેતી બાળકી રમી રહી હતી એને ઉઠાવી પોતાના ઘરમાં લઈ ગયો અને તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીના ગળા ઉપર કુહાડીનો હુમલો કરી ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી , આટલે થી ના અટકતા તાંત્રિક લાલુ એ બાળકીના દોઢ વર્ષના નાના ભાઈને પણ ઉઠાવી ઘરમાં લઈ જતા ગામલોકોએ જોઈ જતા બાળકને છોડાવી પોલીસને ઘટનાની જાણ કરી, ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આરોપી તાંત્રિક લાલુભાઈની ધરપક કરી છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

