35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 1ના સ્ટેશન મુસ્લિમ સમાજ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો.

છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના 28 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે છોટાઉદેપુર નગરપાલિકા મત વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1માં સ્ટેશન મુસ્લિમ ઘાંચી સમાજની તંજીમ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં તમામ ઉમેદવારોના સર્વ સંમતિથી મતદારોને કોઈ તકલીફ ન પડે તે માટે કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં એક જ કાઉન્ટર ની અંદર તમામ ઉમેદવારના સમર્થકો અને મતદારોએ પોતાની રીસીપ કઢાવીને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. તેમજ તમામની માટે એક સુવિધા ઉભી કરી એક ઉત્તમ ઉદાહરણ સમાજ તરફથી પૂરું પાડવામાં આવેલ છે. આયોજન બદલ પ્રશાસન અને સામાજિક આગેવાનો અને ઉમેદવારોએ પ્રશંસા કરી હતી. અને સમાજના આગેવાનોએ પોલીસ પ્રશાસન અને તંત્ર અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

જંગલ વિસ્તારમાં આગની વધતી ઘટનાઓ વચ્ચે વન વિભાગની અપીલ

admin

છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે જિલ્લા પત્રકાર સંઘ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર તાલુકાના ખુટાલીયા ગામે ગામસાય પેઢી બદલવા માટે ગામસાય ઈંદની ઉજવણી

admin

Leave a Comment