43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્વ. જે.જી. માહુરકર ઓપન ગુજરાત કમ વેસ્ટર્ન રેલ્વે ટી-20 નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ

વડોદરામાં 6ઠ્ઠી માર્ચથી શરૂ થયેલ સ્વ. જે.જી. માહુરકર ઓપન ગુજરાત કમ વેસ્ટર્ન રેલ્વે ટી-20 નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ પ્રતાપનગર સ્થિત સ્વ.માધવરાવ સિંધિયા સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. ફાઇનલ મેચ બાદ વિજેતા, રનર્સ અપ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ ઓલરાઉન્ડર અને મેન ઓફ ધ મેચના વિજેતાને ટ્રોફી અને ઈનામ નું વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું.

વિઓ: પશ્ચિમ રેલવે મઝદૂર સંઘ દ્વારા સ્વ. જે.જી. માહુરકર દાદાની યાદમાં જે.જી. માહુરકર ઓપન ગુજરાત કમ વેસ્ટર્ન રેલ્વે ટી-20 નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અકોટા ક્રિકેટ ક્લબ અને દર્શનમ બોમ્બર્સ ટીમ વચ્ચે રમાઈ હતી.અકોટા ક્લબની ટીમે ટોસ જીતેને પ્રથમ બેટિં કરતા 19.2 ઓવરમાં દસ વિકેટ 114 રન બનાવ્યા હતા જેમા ધ્રુવ પટેલના 34 અને સન્ની પટેલના 23 રન મુખ્ય હતા . દર્શનમ બોમ્બર્સના બોલર આર્ય ચાવડાએ 3 અને સંકેત અગ્રવાલે 2 વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં દર્શનમ બોમ્બર્સ એ 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 118 રન બનાવ્યા .પ્રીયાંશું મૌલ્યએ અણનમ 83 અને પવન પટેલે અણનમ 26 રન બનાવ્યા હતા. પ્રીયાંશું મૌલ્યને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો. દર્શનમ બોમ્બર્સનો સાત વિકેટે વિજય થયો હતો. ટુર્નામેન્ટની ફાઇનલ મેચના ઇનામ વિતરણ સમારોહ માં વડોદરાના ડિવિઝનલ રેલ્વે મેનેજર જીતેન્દ્ર સિંહ પશ્ચિમ રેલવે મઝદૂર સંઘ પ્રમુખ શરીફખાન પઠાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમને તેમજ અન્ય ખેલાડીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા.

Related posts

નવા સિહોરા રાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા નીકળી

admin

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી બાબરને પોલીસ સ્ટેશનથી ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાયો…

admin

કૃણાલ ચાર રસ્તા વિસ્તારમાં સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે…

admin

Leave a Comment