વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં પણ મગરોની વસ્તી છે,ત્યારે વ્યારા કોઝવે પર મસમોટા મગરનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે,ગત મોડીરાતે કારમાં પરત ફરતા દંપતીએ કોઝવે પર મોજથી ફરતા મહાકાય મગરને પોતાન મોબાઈલમા કેદ કર્યો હતો.દેવ નદીમાંથી નીકળી મગર કોઝવે પર ફરતો જોવા મળ્યો હતો.દેવ નદીમાં પણ અસંખ્ય મગરો વસવાટ કરે છે.

