Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ડભોઈ કોમર્સ કોલેજ ના સેમિનાર હોલ ખાતે AI રિસર્ચ પર નેશનલ સેમિનાર યોજાયો

શ્રી ગોવિંદ ગુરુ યુનિ.ના વાઈસ ચાન્સેલર પ્રતાપ સિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત ભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, મંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ,શ્રી હિતેશ રવિયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૩૨ જેટલા રિસર્ચ પેપર પ્રેસેન્ટ કરવામાં આવ્યાં અને સફળતા પૂર્વક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શ્રી કેયુર પારેખ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શશીકાંતભાઈ પટેલે સંસ્થા નો પરિચય આપી ડભોઇ કોલેજ ખાતે આગામી સમયમાં પીએચડી સહિતના વર્ગો ચાલુ કરવા જણાવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા સ્વામી વિવેકાનંદ જીવન પર આધારિત પ્રાસંગિક પ્રવચન કરી ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ કોલેજ ખાતે ફોટો ગેલેરી અને વિડીયો ગેલેરી સ્વામી વિવેકાનંદ જીવન પર આધારિત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેમ્પસની તમામ સંસ્થાઓના આચાર્યો અને તમામ સ્ટાફ દ્વારા પણ રિસર્ચ પેપર રજુ કરવામાં આવ્યું અને મહાનુભાવો ને મોમેન્ટો અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોમર્સ અને સાયન્સ કોલેજના તમામ પ્રાધ્યાપકો દ્વારા મહાનુભવને પણ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યા હતા…

Related posts

ટ્યુશન ક્લાસીસ અધિનિયમ વિરુદ્ધ બરોડા એકેડમી એસોસિએશનનો વિરોધ

admin

વડોદરાના દરજીપુરા ખાતે આરટીઓ કચેરી તા.10 થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની કામંગીરી બંધ

admin

ડભોઈ ખાતે ઈદે મિલાદુ નબીની શાનદાર ઉજવણી તમામ મુસ્લિમ સમાજના લોકો જોડાયા.

admin

Leave a Comment