વડોદરામાં રક્ષિત કાંડ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ત્યારે વડોદરા શહેર માંજલપુર દરબાર ચોકડી કોચર કોલ સેન્ટરથી લઈને વડસર બ્રિજ તરફ જતા હંગામી દબાનો દૂર કરવામાં આવ્યા…
શહેરમાં અસામાજિક તત્વોને ડામવા પોલીસ તંત્ર સજ્જ થયું છે. માંજલપુરમાં મોડીરાત્રે ચેકીંગ સાથે લારીઓ કબજે કરાઈ હતી. બીજી તરફ આગામી રામનવમી તથા રમઝાન ઈદ ના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતીનો ભંગ ન થાય તે માટે અસામાજીક તત્વો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માંજલપુર વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે પોલીસ અને પાલિકાએ કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર ઉભી રહેતી અને મોડી રાત સુધી ધમધમતી લારીઓ કબ્જે કરી હતી. જ્યારે શંકાસ્પદ વાહનચાલકોને અટકાવી તેઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. રક્ષિત ચોરસિયા કાંડ બાદ વડોદરા પોલીસ અને કોર્પોરેશન તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. દિવસ બાદ હવે મોડી રાત્રે શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને કોર્પોરેશને સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ અભિયાન માં વોર્ડ 18 ના અધિકારીઓ હાજર રહ્યા હતા

