Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મેયરે તાકીદે બેઠક બોલાવી શહેરમાં ચાલી રહેલા કામો બાબતે માહિતી માંગી

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મેયર પિન્કીબેન સોની એ બેઠક બોલાવી અધિકારીઓ પાસે વડોદરા શહેરમાં અલગ અલગ વિભાગોના કામો બાબતે ચર્ચા કરી અને કામો ત્યાં સુધી પહોંચ્યા અને કેવી રીતે કામોમાં ઝડપ લાવી શકીએ તે બાબતની માહિતી માંગી કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચના આપી હતી.

આ બેઠકમાં મેયર પિંકી સોની સાથે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પક્ષના નેતા મનોજ પટેલ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં અખોર્ડેબલ હાઉસિંગ વિભાગના મકાનો બાબતે માહિતી મંગાવવામાં આવી હતી અને આવાસ યોજના ના કામ ત્યાં સુધી પહોંચ્યા તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે અત્યારે વડોદરા શહેરમાં ચાલી રહેલ તળાવોના બ્યુટીફિકેશનની માહિતી માંગવામાં આવી હતી જેમાં બે માલિક તળાવની એક તરફની કામગીરી બાકી છે જ્યારે ત્રણ તરફની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેવું અધિકારીઓ જણાવ્યું હતું તો સાથે મકરપુરા તળાવ 95% કપુરાઈ તળાવ તથા રામના તળાવ 50% અને વાસ તળાવ 70% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે તેવી માહિતી અપાઈ હતી. સાથે અત્યારે પૂરજોશમાં ચાલી રહેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં અત્યારે 55 જેટલી મશીનરી લગાવવામાં આવી છે અને જરૂરિયાત હોય તો વધુ મશીનરી લગાવી વધુમાં વધુ ઝડપે કામ થાય તે માટે જણાવ્યું છે. આમ તમામ કામો બાબતે સમીક્ષા કરવામાં આવી હતી અને આવનાર દિવસમાં આ તમામ જગ્યા તો ઉપર પદાધિકારીઓ દ્વારા સ્થળ વિઝીટ પણ કરવામાં આવશે અને જલ્દીથી કામ સમયસર પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવ્યું હતું.

Related posts

થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને નાગરિકો થયા સજ્જ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા વડોદરા શહેર પોલીસ પણ થઈ સુ-સજ્જ

admin

વડોદરામાં નેશનલ કરીઅર સેન્ટર ફોર ડીફરન્ટલી એબલ ફોર વુમન, અંધજન શાળાની સામે, પેન્શનપુરા, નિઝામપુરા દિવ્યાંગ મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો…

admin

ડભોઇના પારીખા ગામે શિક્ષણના ધજાગરા: બાળકોના હાથમાં પેન-પુસ્તકને બદલે સાવરણી

admin

Leave a Comment