વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને સભાસદ ડોક્ટર નીરૂબેન પટેલ, પૂર્વ સભાસદ જશવંતસિંહ ચૌહાણ, અને પૂર્વ સભાસદ અતુલભાઇ અમીન નું ગત દિવસોમાં દુઃખદ અવસાન નીપજ્યું હતું જેના કારણે આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભા સદગતના માનમાં બે મિનિટનું મૌન પાડી આગામી તારીખ 24 3 2025 ના રોજ પર મુલતવી કરવામાં આવી છે.

