Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટા ઉદેપુરના મોટી દુમાંલી ગામે 150 વર્ષે ગામ સાઈ કરી દેવોની પેઢી બદલાઈ

છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાંલી ગામે ગામસાય પેઢી બદલવા માટે ગામસાયની ઉજવણી

છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાંલી ગામે ગામસાય પેઢી બદલવા માટે ગામસાયની ઉજવણી કરવામાં આવી હતી, મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ અવસર 150 વર્ષે આવેલ હોવાથી ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મડયો હતો.

પેઢી બદલવા માટે ઘોડા મધ્ય પ્રદેશમાં આવેલ કથીવાડાથી લાવવામાં આવ્યા હતા. જેને લેવા જવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં આદિવાસી વાજિંત્રો સાથે સાથે આદિવાસી નુત્ય કરતાં આદિવાસીઓ હરખ સાથે ગામમાં લાવવામાં આવ્યા હતા.

છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાંલી આદિવાસી સમાજ વતી ગામસાય પેઢી બદલવાના કાર્યક્રમને લઈને ગામસાયની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ ગામસાયની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : વિષ્ણુભાઈ રાઠવા, મોટી દુમાંલી

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત નગરમાં “સંસ્કૃત ગૌરવ યાત્રા” નીકળી

admin

છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ભારે વરસાદને પગલે કોતરમાં પુર આવતા લક્ઝરી બસ ફસાઈ

admin

છોટાઉદેપુર વિસ્તારમાં જ્યોતી ગ્રામ યોજના હેઠળ ચોવીસ કલાક વીજ પુરવઠો આપવા ધારાસભ્યની માંગ

admin

Leave a Comment