પેસેન્જર ટ્રેનના પાટા પર બુલેટ ટ્રેનનું કામ કરતી ક્રેન પડી હતી; 16 કલાકથી રેલવે રૂટ બંધ, ગરમીમાં મુસાફરો પરેશાન
વંદે ભારત, શતાબ્દી, ગુજરાત એક્સપ્રેસ સહિત અનેક ટ્રેન રદ્દ આ અકસ્માતને પગલે વંદે ભારત એક્સપ્રેસને માત્ર વડોદરા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યાર બાદ તેને રદ્દ કરવામાં આવી. તે જ રીતે, શતાબ્દી એક્સપ્રેસ પણ વડોદરા સુધી દોડાવી, પછી રદ્દ કરવામાં આવી. ગુજરાત એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે, જ્યારે વડોદરાથી અમદાવાદ જતી અન્ય કેટલીક ટ્રેનો પણ રદ્દ કરાઈ છે.
ગણતરીની મિનિટોમાં રિફંડ મળતા રેલવે આભાર માન્યો
વડોદરામાં હેલ્પ ડેસ્ક પર મુસાફરોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે.

