37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ડબલ ફેટલના અનડીટેકટ ગુનાને ડીટેક્ટ કરી ટ્રક સાથે આરોપીને ઝડપી પાડતી ઝોઝ પોલીસ

આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા તથા આર.વી..પટેલ I/C નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં થતા વાહન અકસ્માતના અનડીટેક્ટ ફેટલના ગુનાઓને ડીટેક્ટ કરી આરોપીને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય જેથી વી.એસ.ગાવિત ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. નાઓની સુચના આધારે ઝોઝ પોલીસ સ્ટેશન પાર્ટ A ગુ.૨નં.૧૧૧૮૪૦૧૨૨૫૦૨૩૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૨૮૧,૧૨૫,૧૦૬(૧) તથા એમ.વી.એકટ કલમ- ૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબ ના કામે કોઇ અજાણ્યો વાહન ચાલક તેનુ વાહન પુરઝડપે, બેફીકરાઈથી અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીના છોકરા નામે કિરણભાઈ બકાભાઈ રાઠવા નાઓની મોટર સાયકલ જેનો રજી નંબર GJ-34-M-2864 ને અથાડી એક્સીડન્ટ કરી કિરણભાઈ બકાભાઈ રાઠવા તથા અક્ષયભાઈ મહિન્દ્રભાઈ રાઠવા નાઓને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર બંનેના મોત નીપજાવી પોતાનુ વાહન લઈ નાસી ગયેલાની ફરીયાદ નોધાયેલ જે ગુનાને ડીટેક્ટ કરવા માટે એચ.આર. પ્રજાપતિ પોલીસ સબ ઇન્સપેક્ટર તથા સ્ટાફના માણસોએ છોટાઉદેપુર જીલ્લાના નેત્રમના તથા તેજગઢ અને જેતપુરપાવી બજારના CCTV ચેક કરી કરી બનાવ વખતે પસાર થતા વાહનોની હિલચાલ વિશેની તપાસ કરેલ. જેમાંથી એક GJ-19-X-4725 નંબર વાળી રેતી ભરેલી ટ્રક ઉપર શંકા જતા તેના વાહન માલિક વિશે તપાસ કરવા દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે જતા તેના માલીક રાજસ્થાનના બાસવાડા નિવાસી હોવાનુ માલુમ પડતા ત્યાંથી ઉપરોક્ત ટ્રક ગુનાના કામે રીકવર કરી તેમજ કોલ ડીટેલ, ટાવર એનાલીસીસ રેતી રોયલ્ટી પાસ અને ત્યાંના ઓપરેટરના નિવેદન તથા CCTV ફુટેજ આધારે ટ્રક ચાલકની ખરાઈ કરીને ગુનાના કામે અટક કરવામાં આવેલ.

આમ, ડબલ ફેટલના અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરી વાહન અને તેના ચાલક સુધી પહોંચી ઝોઝ પોલીસે પ્રશંશનીય કામગીરી કરેલ છે.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપરના કોરાજ ગામેં MGVCL ની ઘોર બેદરકારી સામે આવી

admin

સ્કુલે જતી બાળકીઓની છેડતી કરનાર બે નબીરાઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી જેલ હવાલે કરતી રંગપુર પોલીસ.

admin

છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને ‘મહિલા સંમેલન ૨૦૨૫’ યોજાયો

admin

Leave a Comment