27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ ……..

જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,

રાજ્યના બહારનો ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મહેશભાઇ નમલીયાભાઇ નાયક રહે,જુના કઠીવાડા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો જનીયારા ગામે પોતાન સાસરીમાં આવેલ છે તેવી મળેલ બાતમી હકીકત આધારે…..

હકીકત વાળી જગ્યાએ જતા બાતમી મુજબનો ઇસમ જનીયારા ગામે તેની સાસરીમાં ખાટલા ઉપર ઉંઘતો હોય તેને કોર્ડન કરી પકડી પાડી તેનુ નામઠામ પુછતા તેને પોતાનું નામ મહેશભાઇ નમલીયાભાઇ નાયક રહે.જુના કઠીવાડા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) નો હોવાનું જણાવેલ સદરીને ગુન્હા બાબતે પુછતાં તેણે જણાવેલ કે, આજથી ચાર વર્ષ પહેલા સુનીલભાઈ નમલીયા બામનીયા તથા સચીનભાઈ ભલીયાભાઈ રાઠવા રહે.કોલીયાથોર તા.જી.છોટાઉદેપુરનાઓ ગુનાટા ગામે કોમ્પ્યુટર ચોરીમાં તેનુ નામ ખુલેલ હોવાનું જાણાવેલ ત્યારથી પોલીસ તેને પકડી જશે તે બીક થી આજદીન સુધી નાસતો ફરતો હોવાની હકિકત જણાવી કોમ્પ્યુટર ચોરીમાં ગુનાનો એકરાર કરતો હોય જે અંગે શરીર સ્થિતીનું પંચનામું કરી તેના વિરુધ્ધ BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (જે) મુજબ અટકાયત કરેલ છે.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડ રાયછા સિંહાદા ગામે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર ખાતે આર.ટી.ઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર સબજેલ ખાતે બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયની બહેનો તેમજ બંદીવાન કેદી ભાઈઓની બહેનો દ્વારા બંધીવાન કેદી ભાઈઓને રક્ષા સુત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment