33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

રંગપુર પોલીસ સ્ટેશના અંબાલા આઉટ પોસ્ટના પોલીસના માણસો દ્રારા બિહાર રાજ્યમાંથી પોતાના પરીવારથી વિખુટા પડેલ વ્યક્તિને શોધી કાઢી તેના પરીવાર સાથે મેળાપ કરાવેલ છે.

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના આદેશ અનુસાર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ રાખી બીટ આ.પોમાં કામ કરતા માણસોને અજાણ્યા વ્યક્તિ મળી આવે તેવા વ્યક્તિઓની પુછતાજ કરી જરૂરીયાત વાળાને મદદ કરવા સુચના આપવામાં આવેલ હોય જેથી કે.એચ સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન મુજબ તથા વી.આર પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશના નાઓની સુચના મુજબ અંબાલા આઉટ પોસ્ટના પોલીસ કર્મચારી અ.હે.કો.તખતસિંગ ફત્તેસિંગ લેહવાંટ ગામે પેટ્રોલીંગમાં ફરતા હતા તે સમયે એક અજાણ્યો વ્યક્તિ શરીરે તેના કપડા કાઢી ઘણા લાંબા સમયથી રોડ ઉપર રખડતો ફરતો જણાય આવેલ જેથી તેની પુછપરછ કરતા તે તેની ગામડાની હિન્દી ભાષામાં વાત કરતો હોય અને કંઈ સમજાય નહી તેવી ઉલટ સુલટ ભાષા બોલતો હોય જેથી તેને રંગપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી શાંતિથી પુછરપરછ કરતા તેને પોતે પોતાને બિહાર રાજ્યના ભાગલપુર જીલ્લાના મોહનપુરા ગામનો હોવાનો જણાવતો હોય જેથી ગુગલમેપ મારફતે સરનામાની ખાત્રી કરી બિહાર રાજ્યના ભાગલપુર જીલ્લાના કંટ્રોલ રૂમનો નંબર મેળવી સંપર્ક કરતા તેઓએ આ ગુમ વ્યક્તિની તપાસ કરીને જણાવેલ કે તેઓ સુરત ખાતે મજુરી કરવા માટે ગયેલ હતો અને છેલ્લા દશેક દિવસથી તેનો કોઇ કોન્ટેક્ટ થયેલ નહી તેમ તેનો મોટો ભાઇ કૈલાશભાઇએ જણાવેલ જેથી તેના મોટા ભાઇ કૈલાશભાઈ નાઓનો મોબાઈલ નંબર આપતા તે નંબર ઉપર કોન્ટેકટ કરતા તે પોતાનો ભાઈ ગુમ થયેલ હોવાનું જણાવેલ જેથી તેઓને તેના મોબાઇલ નંબર ઉપર તે વ્યક્તિના ફોટા મોકલી આપતા તેને પોતાનો ભાઇ પપ્પુભાઈ ભાગવતભાઈ સહની છે તેવી ઓળખ આપેલ અને તેનું આધારકાર્ડ વોટસએપ ઉપર મોકલી આપેલ અને તેઓ જણાવેલ કે અને તેઓ જણાવેલ કે આ મારો ભાઈ સુરત ખાતે સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતી હતો અને તેનું મગજ ઠીક નહી હોય જેથી તેઓ સુરત ખાતે કામ કરતો હતો ત્યાંથી નિકળી ગુમ થયેલ હોવાનું જણાવતા તેઓને રંગપુર પોલીસ સ્ટેશનમાં આવવા જણાવેલ જેથી છેલ્લા દશેક દિવસથી આ ગુમ થયેલ પપ્પુભાઈ ભાગવતભાઇ સહની રહે.મોહનપુરા ગોઘટ્ટા પો.બુધચક તા. મથુરાપુરા જી. ભગલપુર (બીહાર) નાઓને તેના ભાઈ તથા સાળા સાથે મેળાપ કરી આપતી રંગપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ માનવતાનું ઉદાહરણ પુરૂ પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે આજે રોજગાર દિવસ નિમિમે મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી.

admin

ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો 82મો જન્મદિવસ ઉજવાયો

admin

છોટાઉદેપુર હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment