37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

સબ જેલ છોટાઉદેપુર ખાતે ૧૩ દિવસીય સ્વરોજગાર તાલીમ કોર્સનો શુભારંભ કરાવતા- જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

સબ જેલના 35 કેદીઓ સ્વરોજગાર તાલીમ મેળવશે સબ જેલની મુલાકાત લેતા જિલ્લા કલેકટર

રાજ્યના જેલ વિભાગના ડી.જી.પી. કે.એલ.રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં કેદી ભાઈ – બહેનો માટે અલગ અલગ પ્રકારના તાલીમ કોર્સ શરૂ કરવા જણાવ્યું હતું. આ અંતર્ગત છોટાઉદેપુર સબ જેલમાં સજા ભોગવી રહેલા કાચા અને પાકા કામના કેદી ભાઈઓ બહેનો નવરાશની પળોનો સદુપયોગ કરી જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે એવા શુભ ઉદ્દેશથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉધમી તાલીમ શિબિરનનો શુભારંભ જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના વરદહસ્તે કરવામાં આવ્યો હતો .

આજથી શરૂ થયેલ આ તાલીમ ૧૩ દિવસ સુધી ચાલશે. જેમાં શણની વિવિધ બનાવટની તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ તાલીમ શિબિરમાં ૩૨ પુરુષ અને ૩ મહિલા કેદીઓ તાલીમ મેળવશે. આ તાલીમનો શુભારંભ કરાવ્યા બાદ જિલ્લા કલેકટરશ્રીએ સબ જેલની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, બરોડા સ્વરોજગાર સંસ્થાનના ડાયરેક્ટર રાહુલ જોષી, સબ જેલ છોટાઉદેપુર અધિક્ષક ડી.કે. પરમાર, ગ્રામ વિકાસ એજન્સીના ડી.એલ. કેતન પંડિત, જેલ સુબેદાર જયરામભાઈ વસાવા, બરોડા સ્વરાજ સંસ્થાના કર્મચારીઓ છોટાઉદેપુર સબજેલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર કોલેજ ખાતે ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ અને રોજગારલક્ષી સેવા અંગે સેમીનાર યોજાયો .

admin

છોટાઉદેપુર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” સાથે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો.

admin

આદિવાસી વિસ્તારોમાં ભણતા વિધાર્થીઓને રહેવા અને જમવાનો ખર્ચ આદિજાતિ વિભાગ ઉઠાવે છે પરંતુ મુલાકાત લીધી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા

admin

Leave a Comment