વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી વિસ્તારમાં થયેલા અકસ્માતમાં હેમાલી પટેલનું દુખદ અવસાન થયું હતું. તેમના અકાળ અવસાનથી સમગ્ર સમાજ શોકમાં છે.
શ્રદ્ધાંજલિરૂપે, કાછિયા પટેલ સમાજ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આ માર્ચ દરમિયાન હેમાલી પટેલની યાદમાં મૌન પાળવામાં આવ્યું અને દુર્ઘટનાના પીડિત પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી.

