41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુખધામ પાઠશાળાના બાળકોનો મટકી ફોડ નંદ મહોત્સવ કાર્યક્રમ

સંસ્કાર , સંસ્કૃતિ ,સભ્યતા, પ્રકૃતિએ બાળકોની પાયાની ધરોહર પૂજ્યશ્રી સિદ્ધાંતકુમારજી મહોદય શ્રી સુખધામ પાઠશાળાના બાળકોનો મટકી ફોડ નંદ મહોત્સવ કાર્યક્રમ સુખધામ હવેલી ખાતે હવેલીના પાઠ શાળાના ભૂલકાઓ દ્વારા નંદ મહોત્સવ અને મટકી ફોડ નો ભક્તિ સભર રંગારંગ કાર્યક્રમ‌‌ કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી અતિથિ વિશેષ પદે મૂક સેવક વૈષ્ણવ અગ્રણી રાકેશભાઈ તલાટી પોલીકેબ ડાયરેક્ટર ઉપસ્થિતિ માં પાઠ શાળાના બાળકો દ્વારા પુષ્ટિ ભક્તિ ગીતો ,એકપાત્રીય અભિનય ,વ્રજના નૃત્યુ કૃષ્ણ રાધા ની પ્રીત ના નૃત્યો , પુષ્ટિ કવીઝ‌ વિગેરે કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી. ‌પૂ. સિદ્ધાંત કુમારજી મહોદય એ વચનામૃત દ્વારા જણાવ્યું કે બાળક ખીલતી કળી છે ,તેને પુષ્પરૂપી ઉછેર‌ જતન કરવાનું કામ ઘર, શાળા, સમાજ, ધર્મ , સામાજિક સંસ્થાઓ ની પણ વિશેષ જવાબદારી છે .જે અંતર્ગત ‌ બાળકોને ‌સુખધામ પાઠશાળાના જે શિક્ષકો જ્ઞાન આપી રહ્યા છે તે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે . પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય ના કરકમલો દ્વારા પ્રભુ શ્રી દ્વારકાધીશ ની‌ આરતી ઉતારવામાં આવી અને શ્રીજીને‌ સોનેરી પરણામાં ઝુલાવીને નંદ ઘેરા, નંદ ભયો જય કનૈયા લાલ કી જયઘોષ સાથે પ્રસાદની લૂટા લૂંટ કરતા મટકી ને ફોડીને વૈષ્ણવો વ્રજ ભક્તો બનીને ગોકુલમય વાતાવરણ જોવા મળ્યું. કાર્યક્રમ સુંદર અને સફળ સંચાલન કૃપાલી ભરતભાઈ દેસાઈ બોડેલીવાલા અને આભાર વિધિ મનીષાબેન શાહે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે તુષારભાઈ શાહ સમગ્ર ટીમ ‌ સુંદર આયોજન વિશાળ જન સંખ્યામાં માતાઓ વાલીઓ વૈષ્ણવો ઉપસ્થિત રહીને કાર્યક્રમની ભારો ભાર પ્રશંસા કરતા જોવા મળ્યા.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી

admin

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીની પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિયુક્તિ

admin

ડભોઇ વિશ્વના સૌથી મોટા નેરોગેજ જંકશનના હેરિટેજ પાર્કની દુર્દશા, રેલવે તંત્રની ઘોર બેદરકારી

admin

Leave a Comment