જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન વિસ્તારના નાગરિકો માટે પવિત્ર દર્શન યાત્રાની બસ પ્રસ્થાન કરાવવા ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ વડોદરા ના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા..આ વેળાએ ભાજપ વડોદરા મહાનગરના મહામંત્રી સત્યેન કુલાબકર, આયોજક રાજેશ આયરે, યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમના માધ્યમથી આ રવિવારે સાળંગપુર કષ્ટભંજન મંદિર, બુટ ભવાની , કોટ ગણેશ,જલારામ બાપા મંદિર ખાતે દર્શન ની વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે મહારાષ્ટ્રીયન નવવર્ષ ” ગુડી પાડવા” નિમિત્તે આયરે પરિવાર દ્વારા આપણું કાર્યાલય સુભાનપુરા ખાતે ગુડી પૂજન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પુજામાં ભાજપ વડોદરા મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્ણિમાબેન આયરે,રાજેશ આયરે,યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પરિવાર સહિત ગુડી પુજન કર્યું હતું અને ગુડી વિજય પતાકા નમન કરી સૌને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

