36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી તોરિસિડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં બે દિવસ પહેલાજ એડવાન્સ મેડ ટેક સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગ્યા બાદ રવિવારે વહેલી સવારે પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

વડોદરા શહેર અને જિલ્લામાં આગના બનાવવામાં દિવસે અને દિવસે વધારો થવી રહ્યો છે, તેવામાં રવિવારે સવારે ફરી એક વખત સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસીમાં આવેલી તોરિસિડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી જીઆઇડીસીમાં વહેલી સવારે લાગેલી આગના પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મંજુસર જીઆઇડીસીમાં ટોરેસીડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ટાઇલ્સનો પાવડર બનાવવામાં આવે છે. સવારે અચાનક આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા મંજુસર જીઆઇડીસી સહિતના ચારથી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ આગળનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી. જ્યારે મોટી માત્રામાં નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

Related posts

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાણી મેદાન ખાતે યોગ શિબિરનું આયોજન

admin

નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ડભોઇ દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન

admin

સાવલી–પોઈચા મહીસાગર નદીના બ્રિજ પરથી યુવક નદીમાં પડતા વિસ્તારમાં ચકચાર

admin

Leave a Comment