36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી–પોઈચા મહીસાગર નદીના બ્રિજ પરથી યુવક નદીમાં પડતા વિસ્તારમાં ચકચાર

સાવલી–પોઈચા માર્ગ પર આવેલા મહીસાગર નદીના બ્રિજ પરથી એક વ્યક્તિ અચાનક નદીમાં પડતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાને નજરે જોતા આસપાસના લોકોમાં અફરાતફરી ફેલાઈ હતી.

નદીમાં પડનાર વ્યક્તિની ઓળખ જગદીશભાઈ પાટણવાડિયા તરીકે થઈ છે. તેઓ મહોડીયાપુરા વિસ્તારના રહેવાસી અને ઉંમર અંદાજે ૨૭ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જોકે નદીમાં પડવાનું કારણ હજુ સુધી અકબંધ છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સંબંધિત તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. સાથે જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચીને નદીમાં શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ બનાવને લઈને વિસ્તારમાં લોકોના ટોળાં એકત્ર થયા હતા, જ્યારે અધિકારીઓ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Related posts

વડોદરા શહેર માં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી

admin

ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિ સેવા ટ્રસ્ટ દ્વારા ઉતરાયણ પર્વ નિમિત્તે ચીકી અને ફરસાણનું વિતરણ

admin

ખુલ્લી વીજપેટી અને વિજતાર જેવી કામગીરીનો ભોગ એક નિર્દોષ ચારો ચરી રહેલી ગાય બની

admin

Leave a Comment