30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પાદરા તાલુકાના કુરાલ ગામે સંત શ્રી શિરોમણી રોહિદાસ જીની ૬૪૯મી જન્મજયંતીની ઉજવણી

પાદરા તાલુકાના કુરાલ ગામે સ્થિત જોધલપીર મંદિરના પ્રાંગણે સંત શ્રી શિરોમણી રોહિદાસ જીની ૬૪૯મી જન્મજયંતી નિમિતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન તથા વડોદરા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વડોદરા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તથા જોધલપીર સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચિરાગભાઈ ચાવડા, કોષાધ્યક્ષ શ્રી શાંતિલાલ ડાભી, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ પરમાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સંત રોહિદાસ જીના વિચારો અને સમાજપ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા ‘ઉત્સાહ’ ભરતનાટ્યમ વર્કશોપનું આયોજન

admin

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના અંબાવ ચોકડી પર ત્રણ ગામની સીમ પરતું બસ ડેપો જ નથી

admin

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં યુવકને માર મારવાના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ

admin

Leave a Comment