લીંબડી તાલુકાનાં લિયાદ પ્રાથમિક શાળાનાં ૧૧૫ વર્ષ પૂર્ણ થઈ ૧૧૬માં વર્ષમાં પ્રવેશ સમયે અને ધોરણ -૮ નાં વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.તેમજ વય મર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત શિક્ષક જયંતીભાઈ તેમજ રિધ્ધીબેન ઉપાધ્યાયની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો.
જે સંદર્ભે આ એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧ થી ૮ ધોરણનાં દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિ,સ્વાગતગીત તથા નાટકો રજૂ કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
આ કાર્યક્રમનું સુંદર આયોજન શાળાનાં આચાર્ય દલસુખભાઈ અને દરેક શિક્ષકો કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા વિદ્યાર્થીઓનાં વાલીઓ તથા શિક્ષણ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
previous post

