ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની નળિયાવાળી છત જર્જરિત હાલતમાં હતી. તેમ છતાં ત્રણ મજૂરને ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની છત મરામત કરવા માટે કામે લગાડ્યા હતા.
આ સમય છતની મરામત કરતી વખતે મહેશભાઈ ગુણવંતભાઈ જલાલપરાનો પગ લપસ્યો હતો. પગ લપસતાં મહેશભાઈ જલાલપરા પોતાના શરીરનું સંતુલન ગુમાવ્યું હતું જેથી મહેશભાઈ છત પરથી નીચે ડાયાલિસિસ સેન્ટરમાં ધડામ દઈ નીચે પડ્યા હતા. જેથી તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને મહેશભાઈને ડાયાલિસિસ સેન્ટરમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. અને હાજર ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, ચુડા

