30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરમાં બાજ નજર રાખવા વાહનો ઉપર કેમેરા સજ્જ કરવામાં આવ્યા

વડોદરા શહેર પોલીસ દ્વારા હવે ટેકનોલોજીનો નવતર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરમાં બાજ નજર રાખવા માટે હવે વાહનો ઉપર ખાસ ટેકનોલોજી ધરાવતા કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમારે જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં જ્યારે પણ વીવીઆઈપી લોકોની વિઝીટ થતી હોય છે. તહેવારો અને વગેરેના બંદોબસ્ત ના આયોજન કરવામાં આવે. ત્યારે સમગ્ર શહેરમાં જે ઉપલબ્ધ સીસીટીવી કેમેરા નેટવર્ક, પોરિ કેમેરા વિડીયો એનાલિટ્સના માધ્યમથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એનું મોનિટરિંગ કરતા હોય છે.આ વખતે આપણે એક નવો પ્રયોગ કરવા માંગીએ છે. જેમાં એક વાહનમાં આગળ અને પાછળ જોઈ શકે એવા સીસીટીવી કેમેરા થી સજ્જ કરવાના છે. આ કેમેરાઓ એચડી કેમેરા છે. અને ફુલ્લિ પ્રુફ છે એટલે સમરમાં કે વિન્ટરમાં કે મોનસુનમાં પણ ચલાવી શકીએ. આગળ પાછળ તમામ પ્રવૃત્તિઓ ઉપર આ બંને કેમેરાઓ નજર રાખી શકશે. આ કેમેરાઓ ip કેમેરા છે અને સીમકાર્ડથી કનેક્ટેડ છે. તો સીધો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટ્રરને આગળ પાછળ ચાલતી તમામ પ્રવૃત્તિઓ અંગે લાઈવ ફીડ આપી શકે છે. આના માધ્યમથી જ્યારે પણ પોલીસ કોઈપણ વિસ્તારમાં રૂટમાં કે સ્ટ્રેચમાં બંદોબસ્તનું આયોજન કરે. ત્યારે પોલીસને સમગ્ર વિસ્તારના એક આપણે કહીએ છીએ કે પરિસ્થિતિ એને એનાલિસિસ માટે જે જાણકારી જોઈએ છે. એ તમામ વિગતો આ કેમેરામાંથી મળી જાય છે. આ કેમેરા એક અઠવાડિયાથી વધારે સમયના જે વિડીયો ફૂટેજ છે. એ રીતે સ્ટોર કરી શકે છે અને જે નેસેસરી વિડીયો ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એને ઉતારી શકીએ અને કેમેરા જ્યારે વ્હીકલ ચાલી રહ્યા છે કે બંધ હાલતમાં છે તો પણ ચાર્જ કન્ડિશનમાં રહે તે માટે આપણે સોલાર પેનલ સિસ્ટમથી એક ચાર્જિંગ વ્યવસ્થાપન ગોઠવેલી છે. તો આ કેમેરા સમગ્ર શહેરમાં જ્યારે પણ મહત્વના ઇવેન્ટ હોય એ માટે ઉપયોગી થશે.

Related posts

ઉત્તરાયણ પહેલા ડભોઇ પોલીસનો સપાટો : ચનવાડા ગામેથી ₹૩૯,૨૦૦ની પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ

admin

ડભોઇ તાલુકાના કુંઢેલા ગામે ચોર વીજ પોલના કેબલ કાપી છુંમંતર

admin

જાહેરમાં કચરો નાખતા લોકોને પકડી તેમના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી

admin

Leave a Comment