30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોરવા BIDC ખાતે થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

વડોદરા શહેરના ગોરવા બીઆઈડીસી ખાતે થી રૂપિયા સવા સાત કલાકથી વધુ કિંમતના સર સામાનની થયેલી જ ભરપૂર ચોરીના ગુનામાં 5.90 લાખ રૂપિયા નો માલ સભ્ય કરવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, મકરપુરા જીઆઇડીસી માં આવેલી નવકાર એન્ટરપ્રાઇઝમાં ચોરીનો મુદ્દામાલ રાખવામાં આવ્યો છે. તેવી માહિતી મળતા જ પોલીસની ટીમે તરત જ જીઆઇડીસીમાં આવેલ નવકાર એન્ટરપ્રાઇઝ ખાતે જઈને તપાસ કરતા તેમાં ત્રણ ઈસમો નામે સોનું ગુપ્તા મનોજ લાલજી ઉપાધ્યાય અને સુભાશ શેઠીયા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. તેમની પાસેથી શંકાસ્પદ સ્ટીલના નવા 64 મોટા વાલ્વ મળી આવ્યા હતા. જે વાલ ની કિંમત 5.90 લાખ રૂપિયા હોય આ બાબતે ત્રણેય ઈસમો પાસે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા. જો કે આ ત્રણેય ઈસમોને કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ ગોરવા બીઆઇડીસીના ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ફલોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન નામની કંપનીમાંથી 17 મી માર્ચના રોજ ચોરી કર્યા હોવાનું કબુલાત કરી હતી. જે કબુલાતને આધારે ક્રાઈમ બ્રાન્ચે ત્રણે ઈસમોની અટકાયત કરી ચોરી કરેલો 5.90 લાખ રૂપિયાનો મુદ્દામેલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગ

admin

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્રારા માટીના કુંડાઓનુ વિના મૂલ્યે વિતરણ

admin

છૂપી રીતે મહિલા નો બાથરૂમમાં વિડીયો ઉતારનાર શખ્સ ની ધરપકડ કરતી સયાજીગંજ પોલીસ

admin

Leave a Comment