Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇ-મેલ મળીયો

વડોદરા કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી:જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઇ-મેલ મળતાં પોલીસ દોડતી થઈ, ડોગ અને બોમ્બ-સ્ક્વોડની ઘટનાસ્થળે તપાસ

ગુજરાતમાં અવારનવાર એરપોર્ટ, મોલ સહિતની જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેલ મળવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે 11 એપ્રિલના રોજ રાજકોટ અને પાટણ બાદ વડોદરા જિલ્લા કલેકટર કચેરીને ઈ-મેલ થકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જેને લઈને બંને કલેકટર કચેરીએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, SOG, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કરીહતી. દરમિયાન લાંબી તપાસ બાદ કંઈ હાથ ન લાગતા પોલીસે અને કલેક્ટર તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. દરમિયાન ત્યાં તપાસ કરતી વડોદરા શહેર કલેક્ટર કચેરીને પણ ધમકીભર્યો કોલ મળ્યો. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા અકોટા પોલીસ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી સર્ચ હાથ ધર્યું હતું.
SOG અને DCB સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી. કલેક્ટર કચેરીને મળેલ ઈમેઈલ ત્રણ વાગ્યાની આસપાસ મળ્યો હતો જોકે, પોલીસને 7 વાગ્યે કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ.ગઈકાલે GIPCLને મળેલ ઈ-મેઈલનું સેમ કન્ટેન્ટ મળ્યું હતું. હાલ પોલીસના સર્ચ ઓપરેશનમાં વાંધાજનક કોઈપણ વસ્તુ નથી મળી આવી.

Related posts

નવરાત્રી પર્વ અનુસંધાને વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ

admin

વડોદરાના પાણીગેટમાં ઘરમાં ચાલતા જુગાર પર PCBની રેડ

admin

વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ પર

admin

Leave a Comment