ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા બિન હથીયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા આવતી કાલે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે જેમાં ગુજરાતના આ ચાર સેન્ટરો પર લેવાનારી પરીક્ષા મા 300 જેટલી જગ્યા ઉપર 21 હજાર જેટલા જેટલા પરીક્ષાર્થીઓપરીક્ષા આપશે.વડોદરા ખાતે 70 જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાશે પરીક્ષાઓને રેલવે સ્ટેશન એસટી ડેપોથી સેન્ટર સુધી આવા જવા માટે કોઈ પ્રકારની મુશ્કેલ ન થાય તે માટે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક ના એસીપી ડીએમ વ્યાસ રીક્ષા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવવા જવા માટે 50 જેટલી ઓટો રીક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે
આ આવતીકાલે યોજાનારી પોલીસ સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષા સંદર્ભે વડોદરા શહેર પશ્ચિમ ઝોન ટ્રાફિક એસીપી ડી. એમ વ્યાસે વિસ્તૃત માહિતી આપી હતી

