27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જામનગર જીલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તથા લુંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના ગુનામાં રાજ્ય બહારનો ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…….

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના

જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,
રાજ્યના બહારનો ચોરી તથા લુંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના ગુનામાં નાસતો ફરતો આરોપી સોમલાભાઈ બદનભાઈ બધેલ રહે. બડી કદવાલ સ્કુલ ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) નાનો છોટાઉદેપુર બસ સ્ટેશન પાસે ઉભેલ છે અને તેણે બદનમાં કથ્થાઈ કલરનુ પીળા પટ્ટાવાળુ અડધીબાંયનુ ગોળ ગળાનુ ટી-શર્ટ પહેરેલ છે અને કમરે કાળા કલરનુ નાઈટી પેન્ટ પહેરેલ છે તેવી હકીકત મળેલ હોય જે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોર્ડન કરી પકડી લીધેલ અને પકડાયેલ ઈસમને નામઠામ પૂછતા તેણે પોતાનું નામ સોમલાભાઈ બદનભાઈ બધેલ ઉ.વ.૨૭ રહે.બડી કદવાલ સ્કુલ ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) નાનો હોવાનું જણાવેલ જેથી સદરીને અંગ ઝડતી કરતા કોઇ ચીજ વસ્તુ મળી આવેલ નહી. સદરી પકડાયેલ ઇસમને ગુના બાબતે પુછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે ચારેક વર્ષ અગાઉ જામનગર જીલ્લાના લાલપુર વિસ્તારમાથી ચોરી તથા લુંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં મારૂ નામ આવેલ છે અને હુ આશરે દસેક મહીનાથી જોબટના ગુનામા અલીરાજપુર જેલમા હતો અને આજ રોજ જેલમાથી છુટીને બહાર મજુરી કરવા જતો હોવાનુ જણાવતા પુછ-પરછમાં તેમણે ગુનો કરેલાની કબુલાત કરતા જે અંગે શરીર સ્થિતીનું પંચનામું કરી તેના વિરુધ્ધ BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (જે) મુજબ અટકાયત કરેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર ફતેપુરા ફોરેસ્ટ નર્સરી ખાતે નાયબ વન સંરક્ષકની બદલી થતાં અને મદદનીશ વન સંરક્ષક વય નિવૃત થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો

admin

કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 75માં છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2024ની ઉજવણી

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન

admin

Leave a Comment