33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

કેબિનેટ મંત્રી કુબેર ડીંડોરની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 75માં છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2024ની ઉજવણી

સમગ્ર દેશને હરિયાળુ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જયારે આજે પુનીયાવાંટ એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2024ની ઉજવણી આદિજાતિ વિકાસ,પ્રાથમિક માધ્યમિક અને શિક્ષણના ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમની અંદર કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરની સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા,જયંતીભાઈ રાઠવા,જિલા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા,જિલા કલેકટર અનિલ ઘામેલિયા,જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના વહીવટદાર સચિન કુમાર,જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, DCF વિષ્ણુ દેસાઈ, RFO નિરંજન રાઠવા સહીત ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વન મહોત્સવ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી સહિતના મહાનુભવોના હસ્તે સારી કામગીરી કરનાર તમામ કર્મચારીઓ અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

Related posts

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડી- ગણતરીના દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

admin

એસ એફ હાઈસ્કુલ ખાતે શિક્ષકોને નિમણૂંક હુકમ વિતરણ અને સત્કાર સમારોહ યોજાયો

admin

છોટાઉદેપુર પોલીસ હેડકવાટર્ર ખુટાલિયા ખાતે પોલીસ જવાનો અને તેમના પરિવારજનો માટે હેલ્થ ચકાસણી કેમ્પ યોજાયો

admin

Leave a Comment