33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર પોલીસ હેડકવાટર્ર ખુટાલિયા ખાતે પોલીસ જવાનો અને તેમના પરિવારજનો માટે હેલ્થ ચકાસણી કેમ્પ યોજાયો

પોલીસ જવાનો અને તેમના પરિવારજનોની ફિટનેસ જળવાય તેમજ આરોગ્ય સંબધી ચકાસણી કરવા માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખુટાલિયા ખાતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા તા ૭ જાન્યુઆરીથી તા ૯ જાન્યુઆરી વાર્ષિક હેલ્થ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સદર કેમ્પમાં તા.૭ ના રોજ ૨૦૦થી વધુ પોલીસ પરિવારોના આરોગ્ય લક્ષી તપાસ અને સારવાર કરવામાં આવી હતી. આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખએ વાર્ષિક હેલ્થ ચકાસણી કેમ્પની રૂબરૂ મુલાકાત લીધી હતી. છોટાઉદેપુર જિલ્લાના તમામ પોલીસ પરિવારજનો ફિટનેસ સારી રીતે જળવાય અને તેઓ નિરોગી રહી પોતાની ફરજ બજાવે તેવા હેતુથી જિલ્લા અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી આ વાર્ષિક હેલ્થ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડીમાં મેગા લકી ડ્રોનો મહાધમાકો, 31 ઇનામોથી ગ્રાહકોમાં ભારે ઉત્સાહ

admin

છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે નોફિલ મેમણ વકીલનો ભવ્ય વિજય

admin

છોટાઉદેપુર નગરમાં છૂટક શાકભાજી વેચતા ખેડૂતો અને નાના વેપારીઓનો નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન

admin

Leave a Comment