33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગરમાં છૂટક શાકભાજી વેચતા ખેડૂતો અને નાના વેપારીઓનો નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન

છોટાઉદેપુર નગરપાલિકામાં આજે છૂટક શાકભાજી વેચતા ખેડૂતો અને નાના વેપારીઓએ પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો.

નગરપાલિકા સત્તાધીશો સામે રજૂઆત કરતા વેપારીઓએ જણાવ્યું કે નગરમાં હાલ જ્યાં શાકભાજીનું વેચાણ થાય છે તે જગ્યા ટ્રાફિક માટે અડચણરૂપ હોવાનું જણાતા પાલિકાએ તેમને હટાવી નવી જગ્યા ફાળવી છે. પરંતુ નવી જગ્યાએ પુરતી સુવિધાઓ અને વ્યવસ્થા ન હોવાને કારણે વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેડૂતો અને નાના વેપારીઓએ માંગ કરી છે કે જ્યાં સુધી નવી જગ્યા પર યોગ્ય સુવિધા પૂરી ન થાય ત્યાં સુધી તેમને જૂની જગ્યાએ જ વેપાર કરવાની પરવાનગી આપવામાં આવે.
પાલિકા દ્વારા તેમની માંગ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી વેપારીઓએ પાલિકા કચેરીના પટાંગણમાં બેસીને વિરોધ ચાલુ રાખવાનો એલાન આપ્યો છે.

નગરમાં આ મુદ્દે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે અને નગરપાલિકા તંત્ર સામે નારાજગી વ્યાપી છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નજીક આવતા આદિવાસીઓ માદરે વતન રવાના થયા છે. ઉમંગ સાથે હોળી ઉજવશે.

admin

છોટાઉદેપુર જિલ્લાના મેરીયા નદીનું ડાયવર્ઝન ધોવયું હતું 25 જેટલા ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પુલ બનાવવાની કામગીરી માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું.

admin

ટૂંકા ભવિષ્યમાં યોજાનાર નગર પાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગ માં લેવાનાર ઇ વી એમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરાયુ

admin

Leave a Comment