38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

છોટાઉદેપુર જિલ્લાના મેરીયા નદીનું ડાયવર્ઝન ધોવયું હતું 25 જેટલા ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પુલ બનાવવાની કામગીરી માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું રણભુન પાટિયા પાસે મેરિયા નદી પસાર થાય છે. આ રસ્તો બે જિલ્લા ને જોડતો મુખ્ય માર્ગ છે. ત્યાં નદી ઉપર નવો પુલ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી કોન્ટ્રાકટર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. તે ડાયવર્ઝન બનાવતી વખતે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્વાર ડાયવર્ઝન બનાવવામાં ખામી રાખતા હાલ બે જિલ્લાને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. અને તંત્ર દ્વારા માર્ગ બંધ કરી દેતા હાલ 30 થી વધુ ગામોના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જ્યારે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં ભણતા બાળકો જીવ ના જોખમે આ ડાયવર્ઝન ઉપરથી પસાર થાય છે. જ્યારે તંત્રના અધિકારીઓ પ્રજાને રેઢી મૂકી અને આ ડાયવર્ઝન જોવા પણ આવતા નથી. જેના કારણે પ્રજામાં રોષ ભભૂકી ઉઠયો છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

દારૂનાશની કાર્યવાહી દરમ્યાન ચાર વ્યક્તિઓ દારૂ સંતાડી લઈ જવાના પ્રયાસ કરતાં ઝડપાયા

admin

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિસ્તારમાં કરસન કરાલી ગામના મુખ્ય ધોરીમાર્ગ પર એક ગાડીમાં ચાર ગાયોને બે ગાડીઓને બદલે એક જ ગાડીમાં ભરી દેવામાં આવી

admin

૧ કિલો ૨૦૦ ગ્રામની ગાંઠનું દૂરબીન (લેપ્રોસ્કોપિક)થી સફળ ઓપરેશન

admin

Leave a Comment