Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

૧ કિલો ૨૦૦ ગ્રામની ગાંઠનું દૂરબીન (લેપ્રોસ્કોપિક)થી સફળ ઓપરેશન

છોટા ઉદેપુરના બોડેલી ખાતે આવેલ સવિતા મેટરનીટી હોસ્પીટલ એન્ડ લેપ્રોસ્કોપિક સેન્ટરના ડોક્ટર વિપુલ રાઠવા દ્રારા ૧ કિલો ૨૦૦ ગ્રામની ગાંઠનું દૂરબીન(લેપ્રોસ્કોપિક) થી સફળ ઓપરેશન.

છોટા ઉદેપુરના માલુ ગામની એક 35 વર્ષીય મહિલાને ઘણા લાંબા સમયથી પેટમાં દુખાવાની તકલીફ હતી. સોનોગ્રાફી રીપોર્ટમાં અંડાશયની 11.5 X 11.2 X 7.3 ની ગાંઠ હોવાનું સામે આવ્યું. અંતરયાર્ડ વિસ્તારમાં આવી કોઈ ગાંઠનું ઓપરેશન કરાવવુંએ ખૂબ મુશ્કેલીનું કામ હતું. પરંતુ છોટા ઉદેપુરના બોડેલી ખાતે આવેલ સવિતા મેટરનીટી હોસ્પીટલ એન્ડ લેપ્રોસ્કોપિક સેન્ટરના ડોક્ટર વિપુલ રાઠવા દ્રારા દૂરબીન (લેપ્રોસ્કોપિક) થી આનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશનમાં ૧ કિલો ૨૦૦ ગ્રામની ગાંઠ કાઢવામાં આવી. ડોક્ટર વિપુલ રાઠવાના જાણાવ્યા મુજબ વિસ્તારોમાં આવા ઓપરેશન થતાં નથી. જેથી લોકોને ખૂબ તખલીફ પડે છે. લોકોને પડતી તખલીફ જોઈને તેઓ સવિતા મેટરનીટી હોસ્પીટલ એન્ડ લેપ્રોસ્કોપિક સેન્ટરમાં આધુનિક તકનીકોથી સજ્જ ઓપરેશન થીયેટર બાનાવ્યું છે. જ્યાં આવા ઓપરેશનો દૂરબીન (લેપ્રોસ્કોપિક) દ્રારા કરવામાં આવે છે. જેથી દર્દીઓને ઓપરેશન માટે દૂર દૂર સુધી જવું ન પડે અને આદિવાસી વિસ્તારમાં નજીકમાં જ આવા ઓપરેશન થઈ શકે.

Related posts

નસવાડી પોલીસે રતનપુરા કેનાલ પાસે થી બે હાઈફાઈ કાર મા લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

admin

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ તથા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા નગરમાં ટ્રાફિક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો ૧૭ મી સપ્ટેમ્બરથી પ્રારંભ

admin

Leave a Comment