35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી પોલીસે રતનપુરા કેનાલ પાસે થી બે હાઈફાઈ કાર મા લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

નસવાડી પોલીસે રતનપુરા કેનાલ પાસે રાત્રે ચેકિંગ દરમિયાન બે હાઈફાઈ કારને અટકાવી તપાસ કરતા 62 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બે બુટલેગરને સ્થળ પરથી જ પકડી પાડ્યા હતા, જ્યારે બે આરોપી ફરાર થતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

દારૂ હેરાફેરી માટે ટેક્સી અને ખાનગી પાર્સીંગ કારનો ઉપયોગ

પકડી પાડવામાં આવેલી બંને કાર અમદાવાદ પાર્સીંગની હોવાનું બહાર આવ્યું છે. દારૂની હેરાફેરી માટે ટેક્સી પાર્સીંગ અને ખાનગી પાર્સીંગ વાહનોનો ઉપયોગ થતો હોવાનું પોલીસે જણાવ્યું છે.

બે આરોપી ઝડપાયા એક સાહીલ સાજિદ શેખ, વડોદરા તથા બીજો સમીર સુરેશ વાળા, અમદાવાદ. આ બંનેને પોલીસે કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે.

બે વોન્ટેડ આરોપી જાહેર કરાયા. પોલીસ મુજબ, નીચેના બે શખ્સોના નામ સામે આવ્યા હોવા છતાં તેમના પૂરતા સરનામા અને વિગતો ન મળતા વોન્ટેડ તરીકે નોંધાયા છે:
જેના નામ વિકુ પટેલ તથા ધ્રુવ પટેલ છે.

કાર્યવાહી દરમિયાન રૂ. 4 લાખનો વિદેશી દારૂ, કારો સહિત કુલ રૂ. 16.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસ હવે સપ્લાય ચેઇન, ફાઇનાન્સર અને સંડોાયેલા અન્ય લોકોને લઈને વધુ તપાસ કરી રહી છે.

https://youtu.be/HhWz_ReqBZQ

Related posts

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ગામે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.

admin

પીડિત લોક સેવા ટ્રસ્ટ દ્વારા ફતેપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું

admin

પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે છોટાઉદેપુર જિલ્લામાં ડુંગરવાંટ-જાંબુઘોડા રોડ પર નવા બનેલા સ્લેબ ડ્રેઈનનું નિરીક્ષણ કર્યું

admin

Leave a Comment