છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ગામે છોટાઉદેપુર જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. ગામના આગેવાનો, જબુગામ ગામ કેળવણી મંડળ, જબુગામ ગ્રામ પંચાયત દૂધ ઉત્પાદક સહકારી મંડળી વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના પ્રમુખ સભ્ય દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારી રમેશ ઉકાણી, શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ, સહકારી આગેવાન ઉમેશભાઈ શાહ, અતુલભાઈ શાહ, જબુગામ ગામના અગ્રણી અને ભાજપના નેતા રાજેન્દ્રભાઈ શાહ બાદશાહ, બોડેલી મંડળ પ્રમુખ નીલભાઈ પટેલ તથા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

