છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસના સાપ્તાહિક કાર્યક્રમના ભાગરૂપે ભીખાપુરાથી ચુલી સુધી રન ફોર યુનિટી મેરેથોન દોડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ પાંચ થી નવ તથા ધોરણ દશ થી બાર તેમજ કોલેજમાં અભ્યાસ કરતા ઉમેદવારો ઉપરાંત જનરલ એમ ચાર કેટેગરી માટે મેરેથોન દોડ આયોજિત કરવામાં આવી હતી.
જે મેરેથોન દોડને પદ્મ શ્રી થી સન્માનિત પરેશભાઈ રાઠવા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ધોરણ પાંચથી નવમાં શનીબેન અરવિંદભાઈ રાઠવા કંડા પ્રથમ ક્રમે, હેમાંશુબેન દિનેશ ભાઇ રાઠવા કંડા બીજા ક્રમે જ્યારે રૂષાબેન કિશનભાઇ રાઠવા કાછેલ ત્રીજા ક્રમે આવી હતી, ધોરણ દશ થી ૧૨ માટે યોજાયેલ સ્પર્ધામાં સાવિત્રી બેન રાજેશભાઈ રાઠવા વિરપુર પ્રથમ ક્રમે, પ્રેરણા બેન સેજેશભાઈ નાની ખાંડી બીજા ક્રમે જ્યારે પ્રિયા બેન રાજેશભાઈ રાઠવા ખેડા ત્રીજા ક્રમે રહી હતી. જ્યારે છોકરાઓ માટે ધોરણ પાંચથી નવમા મણીલાલ વદેસિંગ રાઠવા મોટી ખાંડી પ્રથમ ક્રમે તથા શૈલેષભાઈ હિતેશભાઈ રાઠવા ચુલી બીજા ક્રમે જ્યારે રમેશ ભાઈ ધાણકાભાઈ રાઠવા ગુણાટા ત્રીજા ક્રમે રહ્યા હતા, ધોરણ દશ થી બાર માટે યોજાયેલ સ્પર્ધામાં વિજયભાઈ નાનલુભાઈ ખડકવાડા પ્રથમ ક્રમે, પરેશભાઈ મનીયાભાઈ રાઠવા ચુલી બીજા ક્રમે જ્યારે સુખરામ ભાઇ કાળુભાઇ રાઠવા ગુનાટા ત્રીજા ક્રમે રહ્યા હતા. કોલેજ કેટેગરીમાં અશ્વિન ભાઈ ગુલાબ ભાઈ ડિંડોર શહેરા પ્રથમ ક્રમે તથા અરવિંદ ભાઈ ખુરબાનભાઈ બોડગામ બીજા ક્રમે જ્યારે કમલેશભાઈ લીમજીભાઈ રાઠવા ખરકડી ત્રીજા ક્રમે રહ્યા હતા.
ઓપન કેટેગરીમાં હીતેશભાઇ જીવનભાઈ રાઠવા ચુલી પ્રથમ ક્રમે તથા કીશનભાઈ રાઠવાઆર્મી કાછેલ બીજા ક્રમે જ્યારે પ્રદીપભાઇ વિક્રમભાઈ રાઠવા ચુલી ત્રીજા ક્રમે રહ્યા હતા.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામને નવમી ઓગસ્ટે ભીખાપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમ ખાતે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. જ્યારે દરેક કેટેગરીમાં એકથી ત્રીજા ક્રમે આવનાર ને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવશે તેમ આયોજક સમિતિ એ જણાવ્યું હતું.
નવમી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ મેરેથોન દોડ સ્પર્ધા બાદ ચુલી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં સેમિનાર યોજાયો હતો. જેમાં બાબા પીઠોરા લખારા પદ્મ શ્રી પરેશભાઈ રાઠવા તથા આદિવાસી એકતા પરીષદ ગુજરાત નાં પ્રમુખ શનાભાઈ રાઠવા, સામાજિક કાર્યકરો વાલસિંગભાઈ રાઠવા, ગોપાલભાઈ રાઠવા એક્સ આર્મી,સહિત ભીખાપુરા ગ્રામ પંચાયત સરપંચ મનસુખભાઇ રાઠવા, કંડા સરપંચ પ્રતાપભાઈ રાઠવા, ચુલી ગામના વતની અને છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન ભાઈ રાઠવા તથા વિઠ્ઠલભાઈ રાઠવા સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહી યુવાનો માટે પ્રેરક ઉદબોધન કર્યું હતું.
કાર્યક્રમ માં છોટાઉદેપુર ખાતે થી અજીતભાઈ રાઠવા, મનુભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ને સફળ બનાવવા ભાવેશભાઈ રાઠવા બોરકંડા, હીતેશભાઇ રાઠવા, પ્રહલાદભાઈ રાઠવા, પર્વતભાઈ રાઠવા સહિતનાંઓ ખુબ સુંદર આયોજન કર્યું હતું.

